AhmedabadGujarat

ફી માફી મુદ્દે 18 વર્ષીય અમદાવાદી યુવાન જે કરી રહ્યો છે એ જાણીને તમે શરમથી માથું નીચું ઝુકાવશો..

અત્યારે સમગ્ર રાજ્ય સહિત દેશ અને દુનિયાને કોરોનાએ ઝપેટમાં લઈ લીધી છે, કોરોના વાયરસ ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે એવામાં સરકાર પણ પોતાનાથી બનતા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે સરકારે આ માટે જ સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દીધું હતું પરંતુ કેસ વધી રહ્યા હતા અને સાથે લોકો આર્થિક રીતે તૂટી રહ્યા હતા. અત્યારની પરિસ્થિતી વિષે વાત કરીએ તો લોકો આર્થિક રીતે ખૂબ નબળા પડી ગયા છે લોકોને સ્કૂલોની ફી ભરવા પણ પૈસા નથી એવી હાલત છે.

તો એવામાં જ હમણાં જ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન લેવાના બદલે પોતાના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા તેમને પડતી તકલીફો સાથેના બેનર લઈને એક અમદાવાદી યુવાન રોજ સાયકલ લઈને નીકળી પડે છે. તમને જણાવી દઈએ કે 18 વર્ષનો આ યુવાન પોતે એક બેનર પહેરીને સમગ્ર શહેરમાં ફરે છે અને કોરોનાને પગલે લોકડાઉન બાદ ગરીબ પરિવારને ખાવાના ફાંફા છે. તેવા સંજોગોમાં તેમના બાળકોને કઈ રીતે ભણાવશે. તો તેમની ફી માફી કરવામાં આવે તેવો અનુરોધ કરી રહ્યો છે.

સરદારનગરમાં રહેતા તુષાર દેવડાએ જાણીતી ન્યૂજ ચેનલને જણાવ્યું હતું કે, મેં હમણાં જ ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા આપીને પાસ કરી છે. કોરોનાનાં લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે. શહેરના ગરીબ પરિવારના લોકોને હાલ ખાવા પીવાના ફાફા પડી રહ્યા છે. તેવા સમયમાં તેમને પોતાના બાળકોની ફી ભરવા માટે રૂપિયા ક્યાંથી લાવી શકે ?

એટલા માટે જ હું દરેક સ્કૂલ કોલેજના બહાર જઈને બેનર સાથે ઊભો રહું છું એટલું જ નહીં હું આખા અમદાવાદમાં ફરું પણ છું અને લોકોને બેનર બતાવું છું. સાથે સાથે હું એક માગ કરું છું કે કોરોનાનાં કારણે ગરીબની હાલત કફોડી છે ત્યારે આવી પરિસ્થિતીમાં તેમને ફી માથી માફી આપવામાં આવે. તેમજ તે પરિવાર જ્યારે આર્થિક સ્થિતિ સારી થશે તો ફી પણ ભરી દેશે પરંતુ, હાલ તેમને મદદ કરવામાં આવે તેવી વ્યવસ્થા થાય તે માટે આમ કરી રહ્યો છું.