AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં રથયાત્રા પર હાઇકોર્ટે લગાવી રોક, પહેલીવાર નહીં નીકળે જગન્નાથજી ની રથયાત્રા

ગુજરાત હાઈકોર્ટે 23 મી જૂને અમદાવાદમાં નીકળતી વાર્ષિક જગન્નાથ રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે શનિવારે કોરોના સંકટથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક જાહેર હિતની અરજીમાં ચુકાદો આપ્યો હતો.

આ વર્ષે ઐતિહાસિક 143મી રથયાત્રા નીકળવાની હતી. આ સાથે જગન્નાથજી ની રથયાત્રા સુરતમાં પણ 38 વર્ષમાં પહેલીવાર નહીં નીકળે. ગુજરાતી કેલેન્ડર મુજબ દર વર્ષે રાજ્યની સૌથી મોટી રથયાત્રા અષાઢી બીજની તારીખે અમદાવાદમાં કાઢવામાં આવે છે.લાખો લોકો તેમાં ભાગ લે છે. તે જગન્નાથ પુરીની રથયાત્રા જેટલી ભવ્ય હોય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ પુરીની રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય સરકારે રથયાત્રાનું આયોજન કરવા માટે કોર્ટ પર કોઈપણ નિર્ણય છોડી દીધો હતો.

Ahmedabad: A priest performs worship of Lord Jagnnath inside Jagnnath Temple, ahead of Annual Rath Yatra procession in Ahmedabad on Monday. PTI Photo (PTI7_4_2016_000216B)

સુરતમાં પણ દર વર્ષે યોજાનારી જગન્નાથ રથયાત્રા આ વખતે નહીં નીકળે. પોલીસ કમિશનરે શહેરના તમામ આયોજકોને આ વાતની જાણકારી આપી છે. હવે અહીં સાત સ્થળોએ પ્રતીકાત્મક રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા મંદિરના પ્રાંગણમાં જ પ્રતીકાત્મક સ્વરૂપમાં હાથ ધરવામાં આવશે.