GujaratVadodara

ગુજરાતી સ્ટાઇલમાં વિરોધ : ચાઇનીઝ એપ ડિલીટ કરો તો,આ ફરસાણવારો મફત જલેબી ખાવા આપશે…

અત્યારે ભારત અને ચીનની સરહદ પરની સ્થિતિ ખૂબ જ ગરમ છે. અહી ઉલ્લેખનીય છે કે સરહદ પર હિંસાત્મક અથડામણમાં ભારતીય સૈનિકો શાહિદ થઈ ગયા છે જેને પગલે સમગ્ર ભારતભરમાં ચીનનો વિરોધ થઈ રહ્યો છે. તો એવામાં જ તમને જણાવી દઈએ કે જ્યાં દેશને લઈને આગળ આવવાની વાત હોય ત્યાં ગુજરાતીઓ કઈ રીતે પાછળ રહી શકે ? તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચીનનો વિરોધ દિવસે નથી વધતો એટલો રાતે અને રાતે નથી વધતો એટલો દિવસે વધી રહ્યો છે.

આવી પરિસ્થિતી વચ્ચે વડોદરામાં ફરસાણની દુકાના એક વેપારીએ ગુજ્જુ સ્ટાઈલમાં અનોખો ચીનનો વિરોધ શરૂ કર્યો છે.તમને જણાવી દઈએ કે આ વડોદરાના ફરસાણના વેપારીએ એક અનોખી અનોખી ઓફર બહાર પાડી છે. ઓફરમાં કહેવામા આવ્યું છે કે ચાઇનીઝ ટીકટોક એપ ડિલિટ કરવા પર જલેબી ફ્રી મળશે. અહી ઉલ્લેખનીય છે કે ફરસાણની આ દુકાન નિઝામપુરમાં આવેલ છે.

ચીનની હરકતોથી ઉશ્કેરાયેલ આ ગુજરાતી મીઠાઇના વેપારીએ ચાઇનીઝ એપ ડિલિટ કરવા બદલ ફ્રીમાં જલેબી આપવાની ઓફર ચાલુ કરી છે. નિઝામપુરમાં આવેલ મયુર ફરસાણના માલિકે તેની દુકાન પર ઓફરનું બોર્ડ લાગવ્યું છે.અને ઘણા લોકો અહી એપ ડિલીટ કરીને જલેબીની મજા પણ માણે છે.