Corona VirusGujaratMadhya Gujarat

મોડી રાત્રે 2 વાગ્યે હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવી, કહ્યું અમને લોકોના જીવની ચિંતા છે, પહેલીવાર ભક્તો વિના થઇ મંગળા આરતી

શહેરમાં આજે જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે મોડી રાત સુધી સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે સરકારની અરજી ફગાવી છે. હાઇકોર્ટે રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે મનાઈ ફરમાવી છે. હાઇકોર્ટ કહે છે કે આવી મહામારીની સ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં.

બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા. 143 વર્ષમાં કદાચ પહેલીવાર અમદાવાદના રસ્તા પર ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા માટે નહીં નીકળે.ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં જ ફરશે.

ગૃહ મંત્રી અમિત શાહ પણ દર વર્ષે મંગળા આરતીના દર્શને આવતા હોય છે પણ આ વખાતે તેઓ પણ ન આવી શક્યા. ગઈકાલે સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રા માટે મંજૂરી આપી હતી એ બાદ સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી પણ મોડી રાત્રે હાઇકોર્ટે સરકાર સહીત તમામ ની અરજી ફગાવીને રથયાત્રા પર રોક લગાવી હતી.

રથયાત્રા માટે 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.દરેક રથ પર 10 ખલાસીઓને મંજૂરી મળી છે.તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.જગન્નાથજીને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી પણ મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે.