Corona VirushealthIndia

અનલોક થતા જ ભારતમાં દરરોજ કોરોના ના 15,000 કેસ સામે આવી રહ્યા છે, શું હવે ફરી લોકડાઉન થશે ? જાણો

કોરોના વાયરસના પ્રારંભિક તબક્કામાં 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કો 14 એપ્રિલ સુધીમાં પૂર્ણ થયા પછી તેને વધારીને 3 મે કરવામાં આવ્યો. આ પછી, ત્રીજા તબક્કા અને ચોથા તબક્કાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

આ પછી દેશમમાં તા .1 જૂનથી 30 જૂન સુધી લોકડાઉનનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ કન્ટેન્ટ ઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં લગભગ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ખોલવામાં આવી છે. એટલે કે આ સમય દરમિયાન અનલોક 1 લાગુ કરવામાં આવેલ છે. દેશના લોકો ઘરની બહાર ફરી રહયા છે પણ હોસ્પિટલોમાં કોરોના ના કેસ વધી રહયા છે.

 

31 મેના રોજ દેશમાં કુલ કોરોના ના દર્દીઓ 1,82,143 હતા, જ્યારે 5164 લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી જૂન 1 થી દેશભરમાં અનલોક -1 લાગુ કરાયું અને લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા. પર વાહનો દોડવા લાગ્યા.બજારો,ઓફિસ બધું જ ખુલી ગયું પણ કોરાના ના કેસ માં સહેજ પણ ઘટાડો નોંધાયો નહીં અને કેસ વધવા લાગ્યા.

અનલોક-1 ના પહેલા દિવસે એટલે કે 1 જૂને, 8 હજારથી વધુ નવા કેસ આવ્યા હતા. આ પછી 5 જૂન સુધીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 2,26,770 પર પહોંચી ગઈ. એટલે કે જૂનનાં પ્રથમ પાંચ દિવસમાં 44,627 કેસ આવ્યા હતા. આ રીતે દરરોજ સરેરાશ 9 હજારથી વધુ કોરોના કિસ્સાઓ સામે આવવાનું શરૂ થયું.

10 જૂન સુધીમાં દેશમાં કોરોના ના કુલ પુષ્ટિ થયેલા કેસ 276583 પર પહોંચી ગયા.
આ પછી આ આંકડો પણ 3 લાખને પાર કરી ગયો છે. જૂન 15 સુધીમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,32,424 થઈ ગઈ. 17 જૂને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા સાડા ત્રણ લાખને વટાવી ગઈ હતી અને મૃત્યુઆંક દસ હજારથી વધીને 11903 ને વટાવી ગયો છે.

જો કે હવે લોકડાઉન લાગુ કરાય તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. દેશમાં લગભગ દરેક ધંધાકીય પ્રવૃર્તીઓ પણ શરુ થઇ ચુકી છે એ જોતા લોકડાઉન નો કડક અમલ કરાય તેવી શક્યતા નથી.