AhmedabadGujaratMadhya GujaratSaurashtraSouth Gujarat

આગામી 5 દિવસમાં ગુજરાતના આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. માંડવીમાં તો 48 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવે હવામાન ખાતાએ આગામી દિવસોમાં ગુજરાતેના અનેક શહેરોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે.

આ સર્ક્યુલેશન ને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઇ શકે છે.આગામી 24 કલાકમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં 72 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

અમદાવાદીઓ હાલ અસહ્ય બફારા નો સામનો કરી રહયા છે ત્યારે આગામી 24 થી 72 કલાકમાં વરસાદ પડવાની શક્યતા છે.જો કે અમદાવાદમાં હાલના તબક્કે સારો વરસાદ થાય તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.