AhmedabadNews

કોરોનાના માર વચ્ચે અમદાવાદ માટે મોટા રાહતના સમાચાર,જાણો વિગતે..

અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તો એની બાજુ રાહતના સમાચાર એ પણ છે કે બીજી તરફ રાજ્યમાં લોકો મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી દરરોજ 500થી વધુ લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં છે, ત્યારે અમદાવાદ માટે પણ એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસો પછી ગઈ કાલે અમદાવાદ શહેરમાં 205 અને જિલ્લામાં 10 મળી મળીને કુલ 215 કેસો જ નોંધાયા છે. વાત ફક્ત આટલી જ નથી, છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં કેસોની સામે સાજા થનારા દર્દીઓનું પ્રમાણ પણ વધી ગયું છે. જેને કારણે અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો પણ ઘટી રહ્યા છે.તમને જણાવી દઈએ કે હાલ, અમદાવાદ જિલ્લામાં કોરોનાના 3388 એક્ટિવ કેસો છે.

તમને વાત કરીએ તો ગઈ કાલે 24મી જૂને અમદાવાદમાં 215 કોરોનાના કેસ નોંધાયા હતા, જેની સામે 401 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી હતી.અહી ઉલ્લેખનીય છે કે 23મી જૂને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારાં 230 અને જિલ્લામાં પાંચ મળી કુલ 235 કેસ નોંધાયા હતા. જેની સામે 421 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે.