AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsSouth GujaratSurat

ગુજરાતમાં આજે એક જ દિવસમાં કોરોના ના 600થી વધુ કેસ, કુલ કેસ 30,000 ને પાર

ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે આજે 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના નવા 615 કેસ નોંધાયા છે. આજે 18 દર્દીના મોત થયા છે. આજે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવતા ચિંતાનો વિષય છે.આજે 379 દર્દીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના ના કુલ 30,773 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 1,790એ પહોંચ્યો છે.

આ સાથે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 211 કેસ નોંધાયા છે. 218 કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આજે અમદાવાદમાં 12 લોકોના મોત થયા છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 20269 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 1410 થયો છે.આજે સુરતમાં કુલ 184 કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ હવે સુરત પણ કોરોના નું હોટસ્પોટ બનતું હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.