InternationalStoryTech

ટિકિટોક પર આવો વિડીયો અપલોડ કર્યો તો 3 વર્ષની જેલ અને 14 લાખ રૂપિયાનો દંડ

ઇજિપ્તની એક હાઈપ્રોફાઇલ બેલી ડાન્સર સમા અલ-મસીને સોશ્યલ મીડિયા પર અનૈતિક અને ઉશ્કેરણીજનક વિડિઓઝ પોસ્ટ કરવાનું ખૂબ જ ભારે લાગ્યું. કાહિરા ની કોર્ટે ગેરવર્તણૂક અને અનૈતિકતાના આરોપસર ત્રણ વર્ષ જેલની સજા અને 30,000 પાઉન્ડ (લગભગ 14 લાખ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટોગ્રાફ્સની તપાસ દરમિયાન અલ-મસીની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે લોકપ્રિય વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ Tiktok પર તેની વિડિઓ શેર કરી, જેમાં જાહેરમાં લોકોની ઉત્તેજના વધારવાનો આરોપ મૂકાયો.42 વર્ષીય બેલી ડાન્સરે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને પોતાને નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે વીડિયો ફોનથી ચોરી થઇ ગયો છે અને સંમતિ વિના શેર કરાયો છે.

કાહિરા ની અદાલતે શનિવારે ચુકાદો આપતાં કહ્યું કે તેણે “અનૈતિકતા” ફેલાવવાના ઉદ્દેશ્યથી આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આરોપીએ ઇજિપ્તમાં કૌટુંબિક સિદ્ધાંતો અને મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું.

કોર્ટના નિર્ણય અંગે સંસદના સભ્ય જ્હોન તલાટે કહ્યું કે સ્વતંત્રતા અને ગેરમાર્ગે દોરનારા વચ્ચે મોટો તફાવત છે. એલ-મસ્સી અને અન્ય મહિલાઓ બંધારણની વિરુધ્ધ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને કૌટુંબિક મૂલ્યોને બગાડે છે.