News

રાજકોટ : પૂરપાટ આવતા ટ્રકે 3 કાર ને અડફેટે લેતા RTO ઇન્સ્પેકટર નિલેશ કોઠારી નું નિધન

આજે રાજકોટની ભાગોળે આવેલ ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ત્રણ ફોરવ્હીલ અને બે બાઇકને અડફેટે લઈ લીધી હતી.મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૂળ ઢાંઢીયા ગામના નિલેશભાઈ કોઠારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.તેમના શરીરે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. રાજકોટના ઉદ્યોગપતિ વિનુભાઈ કોઠારીના પુત્ર નિલેશભાઈ કોઠારી અમદાવાદમાં RTO ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિલેશભાઈ તેના પરિવારજનો સાથે રાજકોટથી પોતાના વતન ઢાંઢીયા જતા હતા અને બાળકો માટે તેઓ બિસ્કિટ લેવા દુકાને ગયેલા હતા.બિસ્કિટ લઈને પોતાની કાર તરફ આવી રહ્યા હતા એ વખતે કારમાં બેસવા જતા અચાનક જ વધારે સ્પીડમાં ધસી આવેલા ટ્રકે નિલેશભાઈને અડેફેટે લેતા તેઓને ગંભીર ઇજા થઈ હતી.તેઓને તાત્કાલિક હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા પણ સારવાર દરમિયાન નિલેષભાઈનું દુખદ અવસાન થયું હતું.

અહી ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં તેમના પરિવારજનોનો આબાદ બચવા થયો છે. આ ઉપરાંત સ્પીડમાં આવી રહેલ આ ટ્રકે અન્ય બીજી બે કાર અને બાઇકને પણ અડફેટે ચડાવતા થોડીવાર માટે ત્યાં નાસભાગ મચી જવા પામી હતી. જણાવી દઈએ કે આ અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાથી નાસી છૂટ્યો હતો. જોકે પાછળથી લોકોએ તેનો પીછો કરીને પકડી લીધો હતો.