GujaratNews

રાજ્યમાં કોરોનાને લઈને ચિંતા, આ જીલ્લામાં એકાએક કેસ સામે આવતા તંત્ર દોડતું થયું,જાણો વિગતે..

અત્યારે સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોના સામે લડવા સરકારો પણ પોતાનાથી થઈ શકતા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગથી મળતા આંકડા અનુસાર તમને જણાવી દઈએ કે રાજ્યમાં અનલોક1 માં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર દરમિયાન તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કોરોનો વધતો કહેર જોવા મળી રહ્યો છે.અહી ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં એકસાથે 10 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર એકાએક દોડતું થઇ ગયું છે. આ અગાઉ પણ વાત કરીએ તો ભરૂચમાં પણ આજે એકસાથે 9 કેસ સામે આવ્યાં છે. તો આમ રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો એક ચિંતાનું કારણ છે.

અમરેલી જિલ્લામાં પણ સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.આજરોજ જિલ્લામાં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમેરેલી શહેરની વાત કરીએ તો શહેરમાં પાંચ વધુ કેસ નોંધાયા છે.

જ્યારે અમરેલી જિલ્લાની સંક્ષિપ્તમાં વાતકરીએ તો હજીરાધાર, લાઠી, નારાયણ નગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોધાયો છે. અહી ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધીને કુલ 80 સુધી પહોંચી છે.તો 6 લોકો કોરોનાના કારણે મૃત્યું પામ્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર વાત કરીએ તો હાલ અમરેલી જિલ્લામાં 41 કેસ એક્ટિવ છે.

તો ભરુચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં કોરોના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 9 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 2,વાગરમાં 1, અને જબુંસરમા 1 કેસ સામે આવ્યો છે. ભરૂચમા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના ટોટલ 219 કેસ નોંધાયા છે. જ્યારે આજે 2 વ્યક્તિઓના કોરોનાના કારણે મૃત્યું થયા છે. તમને વાત કરીએ કે ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કુલ 13 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો ગુજરાતમાંકોરોનાના દર્દીઓનો આંકડો 31 હજાર 397એ પહોચી ગયો હતો. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 22 હજાર 808 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી મૃત્યુની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાથી 1809 લોકોના મૃત્યું થયા છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે જે આંકડો 20 હજાર 480 કેસ છે. તો સાથે સાથે અન્ય જિલ્લાની વાત કરીએ તો વડોદરામાં 2165, સુરતમાં 4424, રાજકોટમાં 250, ભાવનગરમાં 248, આણંદમાં 196, ગાંધીનગરમાં 636, પાટણમાં 175, ભરૂચમાં 212, નર્મદામાં 89, બનાસકાંઠામાં 176, પંચમહાલમાં 170, છોટાઉદેપુરમાં 55, અરવલ્લીમાં 196, મહેસાણામાં 259, કચ્છમાં 151, બોટાદમાં 85, પોરબંદરમાં 16, ગીર-સોમનાથમાં 70, દાહોદમાં 59, ખેડામાં 146, મહીસાગરમાં 136, સાબરકાંઠામાં 169, નવસારીમાં 93, વલસાડમાં 129, ડાંગમાં 4, દ્વારકામાં 20, તાપીમાં 8, જામનગરમાં 192, જૂનાગઢમાં 90, મોરબીમાં 20, સુરેન્દ્રનગરમાં 129 અને અમરેલીમાં 72 કોરોનાના કેસ નોંધાયા છે.