Corona VirusIndiaNews

કોરોના ના કેસ વધતા અહીં 31 જુલાઈ સુધી ફરી લોકડાઉન લાગુ, જાણો નિયમો

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. ચેપ અટકાવવા માટે સરકારે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.

નિયમો: ફરજીયાત માસ્ક પહેરવું પડશે. સામાજિક અંતર પણ જાળવવું પડશે. વધારે લોકોને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ. લગ્ન તેમજ અંતિમ સંસ્કાર જેવા સામાજિક કાર્યક્રમોમાં 50 થી વધુ લોકોને મંજૂરી નહીં મળે. ઘરેથી શક્ય તેટલું કામ કરો તેમજ ઓફિસમાં અલગ અલગ શિફ્ટમાં કામ કરવું.

કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવું પડશે.સાફ સફાઈની પૂરતી તકેદારી રાખવી પડશે.મુંબઇ, પુના, સોલાપુર, ઔરંગાબાદ, માલેગાંવ, નાસિક, ધૂલે, જલગાંવ, અકોલા, અમરાવતી, નાગપુર જેવા શહેરોમાં કેટલાક પ્રતિબંધો સાથે અમુક પ્રવૃર્તીઓને છૂટ. જરૂરી ચીજવસ્તુઓની દુકાન પહેલા ના નિયમો મુજબ ખુલ્લી રહેશે. ઈ-કોમર્સ, ભોજનની ડિલિવરી સર્વિસ ચાલુ રહેશે.ઓફિસમાં 10% કર્મચારીઓ જ કામ કરી શકશે. બિનજરૂરિયાત લાંબી યાત્રા પર પ્રતિબંધ. બાર્બર શોપ, સલૂન, બ્યુટી પાર્લરની મંજૂરી છે.તમામ જાહેર અને ખાનગી પરિવહન મુસાફરોના સંચાલનનું ધ્યાન રાખશે.ટુ-વ્હીલર પર માત્ર એક વ્યક્તિ જ સવાર થઇ શકશે.

મહારાષ્ટ્રના કોરોના આંકડા દર્શાવે છે કે રાજ્યની સ્થિતિ હજી પણ ગંભીર છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 5493 નવા કેસ નોંધાયા છે અને 156 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુઆંક 7429 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના 1 લાખ 64 હજાર 626 કેસ છે, જેમાંથી 70 હજાર 607 કેસ સક્રિય છે.

કોરોના વાયરસને કારણે મુંબઈમાં સૌથી વધુ અસર થઈ છે. મુંબઈમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 28006 છે. છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં કોરોનાને કારણે 87 લોકોનાં મોત નોંધાયા છે. આ ઉપરાંત મુંબઇમાં 43154 કોરોના દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવાઈ છે.