AhmedabadGujaratNews

રાજ્યના આ સાત વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન,સાથે આ વિસ્તારોને મુકાયા માઈક્રોકન્ટેન્ટમેંટ ઝોન માં..

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશને દુનિયામાં કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે, સરકારના ખૂબ જ પ્રયાસ કરવા છતાં પણ કોરોના કાબુમાં આવવાનું નામ લેતો નથી. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજયમાં સ્પેશ્યલ અમદાવાદમા વાત કરીએ તો સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમા નોધાઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા થોડી ઘટી છે છતાં પણ શહેરનાં શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનો રીતસરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીતા તંત્રએ રવિવારે અમદાવાદમા વધુ સાત વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવાની જાહેરાત કરી છે. અહી ઉલ્લેખનીય છે કે અગાાઉ 37 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ હતા અને સાથે નવા સાત વિસ્તારો ઉમેરાતા અમદાવાદમાં હવે કુલ 44 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ આ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ચાંદલોડિયા તળાવ પાસે આવેલી ગજરાજ સોસાયટીમાં કોરોનાના કેસ વધતા સોસાયટીમાં આવેલા 80 જેટલા મકાન અને 340 લોકોની વસ્તીને આ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવામાં આવી છે. ઉપરાંત મેમનગર સુભાષ ચોકમાં આવેલા મારૂતિ કોંપલેક્ષમાં પણ કેસ નોંધાતા 15 મકાન અને 76 લોકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત વાત કરીએ તો સરખેજમાં આવેલા જુના રોહીતવાસના 160 મકાનો અને 526 લોકોની વસ્તી,જ્યારે પશ્ચિમ ઝોનમાં લાવણ્ય સોસાયટી પાસે આવેલા કૃપા ફલેટમાં કેસ વધતા 48 મકાનો માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.

આ જ પ્રમાણે નારણપુરા વિસ્તારમાં આવેલા કર્ણાવતી ફલેટમાં કેસ વધતા કુલ 504 મકાન અને 1740 લોકોની વસ્તી, સાબરમતીમાં ઠાકોરવાસ અને ડાહ્યાભાઈની ચાલીમાં સંક્રમણ વધતા 175 મકાન અને 500 લોકોની વસ્તી જ્યારે ચાંદખેડામાં તેજેન્દ્રનગર સોસાયટીમાં કેસ વધતા 270 મકાન અને 1080 લોકોની વસ્તીને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.