CrimeGujaratRajkotSaurashtra

રાજકોટ: RTO ઇન્સ્પેકટર નિલેશ કોઠારીનું મોત અકસ્માત કે પછી પ્લાન મુજબનું મર્ડર? ઘટનાના CCTV ફૂટેજ જુઓ

રાજકોટ: ગઈકાલે સાંજે ત્રંબા પાસે એક બેકાબુ તરીકે અનેક વાહનોને અડફેટે લીધા હતા જેમાં રાજકોટ ઉદ્યોગપતિના પુત્ર નિલેશ કોઠારી નું દુઃખદ મોત થયું હતું. નિલેશ કોઠારી RTO ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કાર પાર્ક કરીને રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે અચના પુર ઝડપે ધસી આવેલા ટ્રકે કચડી નાખતા તેમનું મોત થયું હતું. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત લાગતા આ કેસમાં હવે નવા વળાંક સામે આવે તેવી શક્યતા છે.પરિવારના આક્ષેપ પ્રમાણે હત્યાના બનાવને અકસ્માત તરીકે ગણાવવામાં આવે છે.

નિલેશ કોઠારી નાના મવા સર્કલ પાસે શ્રીરાજ રેસિડેન્સીમાં રહેતા હતા અને અમદાવાદ આરટીઓમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજવતા હતા. નિલેશના પિતા વિનોદભાઈ કોઠારી રાજકોટના જાણીતા બિલ્ડર છે. ૨૯ વર્ષના પટેલ યુવાનને ત્રંબા પાસે ટ્રકના ચાલકે કચડી નાખતા મોત નીપજ્યાનું ગઈકાલે સામે આવ્યું હતું.મૃતક નિલેશભાઇ તેમની પત્ની મિરાબેન તેમજ ભાભી અને તેમના બાળકો સાથે માતાજીના દર્શને જવા નીકળયા હતા દરમિયાન નાસ્તો લેવા માટે દુકાન પર કાર ઉભી રાખી હતી. નિલેશભાઈ નાસ્તો ગાડીમાં મુકવા પાછળની બાજુ ગયા ત્યારે જ અચાનક એક ટ્રક ધસી આવ્યો અને તેમને જોરદાર ટક્કર મારી. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે નિલેશભાઈ ને અતિ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું હતું.

જણાવી દઈએ કે નિલેશભાઇ કોઠારી અગાઉ શામળાજી ચેક પોસ્ટ પર ફલાઇંગ સ્કવોડમાં ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ ત્યારે તેઓ અનેક ટ્રાન્સપોર્ટ સંચાલકો ને સીધા કરી દીધા હતા. હવે ચર્ચા એવી ચાલી રહી છે કે જૂની અદાવત રાખીને સોપારી આપીને આરટીઓ ઇન્સ્પેકટર નિલેશ કોઠારીની હત્યા કરવામાં આવી છે.

ઘટના સમયના સીસીટીવી ફુટેજમાં એક બોલેરો કાર જોવા મળે છે. તે ઘટના પહેલા બે થી ત્રણ વખત ત્યાંથી નીકળતી જોવા મળે છે. જેના દ્વારા નીલેશની રેકી કરીને હત્યાની ઘટનાને અંજામ અપાયો હોય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ટ્રક ચાલક મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે આજીડેમ પોલીસ દ્વારા તાપસ પણ શરૂ કરવામાં આવી છે.સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જયારે નિલેશ કારની બહાર આવે છે ત્યારે ટ્રક પણ તેની કાર તરફ આવીને જ ટક્કર મારે છે, જો બ્રેક ફેઈલ હોય તો ટ્રક સીધા રસ્તે જી શકે છે કેમ કે આગળ રસ્તો ખાલી જ હતો. આમ હાલના તબક્કે નિલેશ કોઠારીની હત્યા થઇ હોય તેવી ચર્ચા ચાલી રહી છે.