GujaratNews

અનલોક-2 ને લઈને CM રૂપાણીએ લીધા 2 મહત્વપૂર્ણ નિર્ણયો, હોટેલ અને રેસ્ટોરંટ્સ..

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અત્યારે કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે,તો બીજી બાજુ સરકાર પણ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ કેસ કંટ્રોલમાં આવતા નથી. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉન હટાવવા અંગે મહત્વની જાહેરાત કરી છે.

અહી ઉલ્લેખનીય છે કે સોમવારથી જ દેશભરમાં અનલોકનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન પણ બહાર પાડી છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે પણ અનલોક-2 દરમિયાન રાજ્યમાં કેટલીક મોટી છૂટછાટો જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને ને કેટલા વાગે સુધી ખુલ્લી રાખવી એ અંગે વાત કરી છે. વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલ નિર્ણય અનુસાર ગુજરાતમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. તો આની સાથે સાથે હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

વધુમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ એમ પણ જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો સખત અમલ કરવાનો રહેશે. અહી ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ અંગે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

તો આ બે મહત્વના નિર્ણયો આ ઉપરાંત સાથે સાથે એ પણ છૂટ આપવામાં આવી છે કે એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહી શકશે. પણ પાંચ માણસો સાથે ઊભા રહેવા માટે માસ્ક પહેરવા સહિતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.તો આ ઉપરાંત 31 જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને સદંતર બંધ રાખવામાં આવશે.