News

કોરોનાના કહેર વચ્ચે રાજ્યના આ વિસ્તાર માટે મહત્વના રાહતના સમાચાર,

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. સ્રરકાર પણ પોતાનાથી બનતા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે પરંતુ અમુક વિસ્તારોને બાદ કરતાં કોરોનાના કેસ પર કંટ્રોલ કરી શકાયો નથી. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં મધ્ય ઝોન માટે એક મહત્વના રાહતના સમાચાર સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર તમને જણાવી દઈએ કે મધ્ય ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસો હવે 200ની અંદર પહોંચી ગયા છે અહી ઉલ્લેખનીય છે કે હાલ, 190 એક્ટિવ કેસો રહ્યા છે. તેમજ 28મી જૂને તો મધ્ય ઝોનમાં કોરોનાનો ફક્ત એક જ નવો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે બીજી તરફ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો પશ્ચિમ ઝોનમાં 652 એક્ટિવ કેસ છે. હાલ, અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 2999 જેટલા એક્ટિવ કેસો છે.

સાથે સ્તહે તમને એ પણ જણાવી દઈએ કે નવા 222 કેસ સાથે કોરોનાના અત્યાર સુધી 19,903 કેસ નોંધાયા છે. ગઈ કાલે 150 સહિત અત્યાર સુધી 18, 805 લોકો કોરોનાની સારવાર પછી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ વધુ 9 લોકોના કોરોનાના કારણે મોત થયા છે આ સાથે જ અત્યાર સુધી કુલ 1396 લોકોએ કોરોના મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અહી ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ અન્ય ઝોનમાં ઘટવાની સાથે પશ્ચિમ અને નવા પશ્ચિમ વિસ્તારોમા વધારો થઈ રહ્યો છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 652 એક્ટિવ કેસ પશ્ચિમ ઝોનમા નોંધાયા છે. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 462 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 434 એક્ટિવ કેસ નોંધાયા છે.સૌથી ઓછા કેસની વાત કરીએ તો મધ્ય ઝોનમાં સૌથી ઓછા 190 એક્ટિવ કેસ છે. ઉત્તર ઝોનમાં 451, પૂર્વ ઝોનમાં 386 અને દક્ષિણ ઝોનમાં 424 એક્ટિવ કેસ નોંધાયા છે.