IndiaInternationalStoryTech

Tiktok બેન થવા બાબતે Tiktok ઇન્ડિયા ને હેડે ટિકટોક યુઝર્સ માટે આપ્યા રાહતના સમાચાર

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારતે આર્થિક મોરચે ચીનને ઘેરી લેવાનું શરૂ કર્યું છે. ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણના નિયમો કડક કર્યા પછી હવે ભારત સરકારે સુરક્ષાના કારણોસર પ્રખ્યાત એપ Tiktok સહિતની 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે.

Tiktok ઇન્ડિયાના હેડ નિખિલ ગાંધીએ કહ્યું કે, ભારત સરકારે ટિકટોક સહિતની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમને સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા છે અને અમારો જવાબ રજુ કરવા કહ્યું છે.ટિકટોક ભારત સરકારના દરેક નિયમો, ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટીનું પાલન કરે છે.ટિકટોક દ્વારા કોઈ ડેટા ભારત બહારના દેશને મોકલવામાં નથી આવતો.

તેમણે કહ્યું કે,અમે યુઝર્સની પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ.ટીકટોક ભારતની 14 ભાષાઓમાં ઉપલબ્ધ છે. લાખો યુઝર્સ ટિકટોક ની ઉપયોગ કરી રહયા છે જેમાં કલાકારો,સ્ટોરી ટેલર સહિતના દરેક લોકો મનોરંજન પૂરું પાડી રહયા છે. ટિકટોકના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ સરકાર પાસે દરેક જવાબો રજૂ કરશે અને જો સરકારને જવાબો યોગ્ય લાગશે તો સરકાર ભારતમાં Tiktok પરથી પ્રતિબંધ હટાવી પણ શકે છે.