AhmedabadGujaratMadhya GujaratSaurashtraSouth Gujarat

એલર્ટ: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ

ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે ત્યારે હવે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા-કોંકણ, છત્તીસગઢ અને બિહારમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે.મુંબઈમાં આજે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અરબી સમુદ્ર પરથી 50-60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

Back to top button