AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsSouth GujaratSurat

ગુજરાતમાં આજે કોરોના ના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, અમદાવાદ કરતા સુરત નીકળ્યું આગળ

ગુજરાતમાં ગત મહિને દરરોજ 400 આસપાસ કોરોના ના કેસ નોંધાતા હતા. જે બાદમાં 600 સુધી પહોંચ્યા અને આજે 24 કલાકમાં રેકોર્ડબ્રેક 725 કેસ નોંધાયા છે અને 18 દર્દીના મૃત્યુ થયા છે. અત્યારસુધી રાજ્યમાં કોરોના ના કુલ 36123 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1945 છે.

રાજ્યમાં આજના સૌથી વધુ કેસ જોઈએ તો સુરતમાં 254 કેસ, અમદાવાદમાં 177, વડોદરામાં 64, રાજકોટમાં 42 કેસ નોંધાયા છે.અન્ય જિલ્લાઓમાં પણ થોડાઘણા કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં સુરત હવે કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ કેસ સામે આવ્યા છે.સુરતમાં 24 કલાકમાં 218 કેસ સામે આવ્યા છે જયારે અમદાવાદમાં 162 કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં હવે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે જો કે સુરતની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે.

Back to top button