Ajab GajabInternationalNews

બોટલથી દૂધ પીતા હાથીના બચ્ચાનો વિડીયો વાયરલ, લોકો જોતા જ રહી ગયા

આજકાલ સોશિયલ મીડિયામાં હજારો વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને લોકોનું મન પ્રસન્ન થઇ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં હાથીનું બચ્ચું બોટલથી દૂધ પી રહ્યું છે.

શેલડ્રિક વાઇલ્ડલાઇફ નામના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરાયો છે.કેપશનમાં લખ્યું છે કે, ‘બોટલ ખાલી થઇ ગઈ છતાં રોહો(હાથીનું બચ્ચું)એ છેલ્લા ટીપા સુધી બોટલ છોડી નહીં. રોહો અમારી નર્સરીમાં જ રહે છે.તેની માતાનું મોત થયા બાદ અમારી જવાબદારી છે કે તેનું પાલન પોષણ કરવું.

વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીના બચ્ચા પાસે જેવી બોટલ રાખી કે તરત જ તે ઉછળકૂદ કરતું દૂધ પીવા આવી ગયું. લાખો લોકોએ આ વિડીયો જોયો છે અને લોકો નર્સરી ના માલિકની પણ પ્રશંશા પણ કરી રહયા છે.

Back to top button