GandhinagarGujaratNews

કોરોનાની વચ્ચે CM રૂપાણીની ચિંતામાં વધારો, આ કારણોસર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું ?

અત્યારે સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે એવામાં જ બીજી બાજુ રાજ્ય સરકારની ચિંતામાં વધારો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં સરકારી ભરતીઓ અંગે આંદોલનની ચીમકીના મેસેજ વાઈરલ થતા આજે ગાંધીનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

મીડિયા રિપોર્ટથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો, બેરોજગાર યુવાનોએ કોરોના મહામારીમાં ભરતી પ્રક્રિયાને હાથ ઘરવાની માગણી સાથે આજરોજ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડવાની જાહેરાત કરતા જ ચાર એસપી સહિત 1500 થી પણ વધારે પોલીસે જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્ણાવીએ તો, આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમની જિલ્લા સ્તરેથી અટકાયત કરાવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ તો એવી માહિતી મળી રહી છે કે ગાંધીનગરમાં ત્યાની પોલીસ ઉપરાંત વધારાની પોલીસ પણ ખડકી દેવામાં આવી છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં SRPFની એક ટીમ પણ આ સંદર્ભે ફાળવી દેવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે કે અગાઉ 6 જુલાઈએ ગાંધીનગરમાં આંદોલનના મેસેજ વાયરલ થયા હતા. ત્યારે આ ચીમકીને લઈને આંદોલન કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેના માટે સરકાર એક્શનમાં આવીને આગમચેતી તૈયારીઓ કરી લીધી હોવાનું માનવમાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર જામનગર, ગઢડા, અમરેલી અને સુરેન્દ્રનગરના આંદોલનકારીઓ ગાંધીનગર છાવણી ખાતે પહોંચે નહીં તે માટે રવિવારે સ્થાનિક પોલીસે તેમની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ વાત કરીએ તો આંદોલનકારીઓની ગાંધીનગરમાં હાકલને પગલે શનિવારે સીએમ રૂપાણીએ GPSC, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને ભરત પ્રક્રિયાની સમીક્ષા પણ કરી હતી.

Back to top button