GujaratNewsSaurashtra

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ગાડીઓ રોડ પર તણાઈ, ગુજરાતમા હજુ પણ એલર્ટ

દેશભરમાં ચોમાસાનો માહોલ છે ત્યારે ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે દ્વારકામાં પરિસ્થિતિ અનિયંત્રિત જોવા મળી રહી છે, જ્યાં રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે અને જાણે રસ્તા પર જ નદીઓ વહી રહી છે.

દ્વારકાથી જે તસવીરો સામે આવી છે તેમાં જોઇ શકાય છે કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક વસાહતોમાં પાણી ભરાવાના કારણે વાહનો તરવા લાગ્યા છે, જ્યારે રસ્તાઓ ખરાબ હાલતમાં છે.

ગુજરાતના ભાવનગરમાં દરિયામાં કરંટ વધુ હોવાને કારણે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ખેડવા ન જવાની સૂચના અપાઈ છે. બીજી તરફ દીવના લોકોને પણ સમુદ્રની નજીક ન જવાનું કહેવામાં આવ્યું છે.

Back to top button