GujaratNewsSurat

સુરતની ડોન ભૂરીની બેવફાઇ, તો સામે સંજય ભૂરાએ હંગામો કરતાં કહ્યું કે તુ હવે…

શહેરના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી અને ગુંડાગીરીથી લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભૂરી વિવાદોમાં હોય છે તો અત્યારે પણ તેના પ્રેમ જીવનને લઈને વિવાદોમાં સપડાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તમને જણાવી દઈએ કે ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો એ ભૂરી પર વિફર્યો હતો અને બે દિવસ પહેલા જ તેણે ખૂબ હંગામો મચાવ્યો હતો.

ભૂરીએ જૂના પ્રેમી સંજય ભૂરાને તરછોડી દઈ તેનાં જ ગ્રુપના અન્ય એક સાગરીત સાથે દોસ્તી કરી લેતા ભૂરાએ બનાવની રાત્રે વરાછાની વર્ષા સોસાયટીમાં મોટો હોબાળો મચાવ્યો હતો. આ હંગામાની રાત્રે ભૂરી તેના મિત્ર રાહુલ એટલે કે ગોધાને ત્યાં રાત્રે રોકાઈ ગયઈ હતી જેથી ગુસ્સે ભરાઇને ભૂરાએ ભૂરીને સટાક કરો તમાચો મારીને તેની નવી મોપેડની તોડફોડ પણ કરી નાંખી હતી. આ સાથે તમને જણાવી દઈએ કે હંગામા પછી ત્યાથી ભાગવા માટે પહેલા માળેથી કૂદવા જતાં સંજયનો પગ પણ ભાંગી ગયા ના સમાચાર મળી રહ્યા છે જેથી પોલીસે તેની ધરપકડ કરીને સીધો હોસ્પિટલ ભેગો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ભુરીએ સંજય એટ્લે કે ભુરાનો સાથ થોડી દીધો હતો. તેમજ થોડા સમયથી ભૂરી વરાછાની વર્ષા સોસાયટીમાં પોતાના નવા પ્રેમી એટ્લે કે રાહુલ સાથે રહેતી હતી. જ્યારે આ દરમિયાન જ આજથી બે દિવસ પહેલા મોડી રાત્રે ભુરો ત્યાં પહોંચી ગયો હતો અને ભુરી સાથે બબાલ કરીને હંગામો કરી દીધો હતો. અહી ઉલ્લેખનીય છે કે ભૂરાએ રાહુલની કારમાં તોડફોડ પણ કરી હતી અને તેને માર પણ માર્યો હતો. જોકે,અહી મહત્વની વાત એ છે કે ભુરીને તમાચો મારી અને એક તબક્કે ભુરાએ કહી દીધું હતું કે ‘તું મારી નહીં તો કોઈની નહીં’

અહી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ ભુરી વિવાદોમાં આવી ગઈ હતી જ્યારે તે પ્રેમી સાથે દીવ ગઈ હતી જ્યાં દારૂ પીને હંગામો કરતા સંઘપ્રદેશની પોલીસે તેના વિરુદ્ધ ગુનો કાયદેસરનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી નાખી હતી.

Back to top button