Ajab GajabInternationalStory

લાઈવ શો દરમિયાન ન્યુઝ વાંચતા વાંચતા મહિલા એન્કરનાં દાંત પડવા લાગ્યા, એન્કરે આપ્યું આવું કારણ

લાઇવ ટીવી શો દરમિયાન એક એન્કર ન્યુઝ વાંચતી હતી ત્યારે જ તેનો દાંત અચાનક પડી ગયો હતો. રસપ્રદ વાત તો એ છે કે આ ઘટનાનો વીડિયો ખુદ મહિલા એન્કર દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને આખી ઘટના ને વિગતવાર જણાવી હતી.આ ઘટના યુક્રેનના એક ટીવી શો સાથે સંબંધિત છે, આ ટીવી ચેનલની એન્કર મારિકા પડાલ્કો ન્યૂઝ વાંચતી હતી. અચાનક તેના દાંત બહાર આવવા લાગ્યા. સમાચાર વાંચતી વખતે પડાલ્કોએ તેના મોં પર હાથ મૂક્યો અને દાંત તેના હાથમાં આવ્યો.

દાંત નીકળતો હોવા છતાં આ એન્કરે સમાચારો વાંચવાનું ચાલુ રાખ્યું અને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી વાંચતી રહી. આ ઘટનાનો વીડિયો એન્કર મરિકા પડાલ્કોએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે અને તેના વિશે વિગતવાર લખ્યું છે.પડાલ્કોએ લખ્યું કે મારી સાથે 20 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર આવું બન્યું છે. શો દરમિયાન અચાનક જ મારા દાંત મોંમાંથી પડવા લાગ્યા, પછી મારા સાથીએ કહ્યું કે તમારા દાંત પડી રહ્યા છે. મેં તરત જ મારો હાથ મૂક્યો અને તેને નીચે પડતા બચાવ્યો. તે દરમિયાન લાઇવ ન્યૂઝ રિપોર્ટ ચાલી રહ્યો હતો.

તેમણે વધુમાં લખ્યું છે કે આવી સ્થિતિમાં મારે શાંત રહેવું પડ્યું અને વધારે પ્રતિક્રિયા આપ્યા વિના સમાચાર વાંચવા પડ્યા. મેં તરત જ પોતાને સંભાળી અને સમાચાર વાંચવાનું શરૂ કર્યું અને પછી આખો પ્રોગ્રામ સમાપ્ત કર્યો.

જો કે આ પોસ્ટમાં પેડાલ્કોએ તેના દાંતની સંપૂર્ણ વાત કહી. તેમણે લખ્યું હતું કે તે લગભગ 10 વર્ષ પહેલાંની વાત છે જ્યારે મારી પુત્રી એક અલાર્મ ઘડિયાળ સાથે રમતી હતી ત્યારે તેણીએ મારા મોં પરની ઘડિયાળને મારી હતી અને પછી મારા દાંત તૂટી ગયા હતા. તેમ છતાં મેં મારી કારકીર્દિ ચાલુ રાખી.

પડાલ્કો અને તેની પોસ્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ પ્રકારનીપ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો પડાલ્કોના વખાણ કરી રહ્યા છે. પોસ્ટમાં તેમણે એમ પણ લખ્યું છે કે લાઈવ ટીવીમાં કંઇ પણ થઈ શકે છે. પડાલ્કો સાથે આ ઘટના બની હોવા છતાં તે માત્ર ખૂબ જ શાંત રહી ન હતી પરંતુ તેણે પોતાનું કાર્ય પણ પૂર્ણ કર્યું હતું.

Back to top button