IndiaStory

જો આવું થાય તો.. ભારતમાં 22 જુલાઈ પછી Tiktok ચાલુ થઇ જશે..!

શોર્ટ વિડીયો એપ Tiktok ભારત સહીત દુનિયાભરમાં ખુબ જ પ્રચલિત છે. ભારતમાં પણ કરોડો લોકો Tiktok એપ નોઉપયોગ મનોરંજન માટે કરતા હતા પણ તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા અનેક ચાઈનીઝ બનાવટની એપ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેમાં Tiktok સહીત ઘણી પ્રચલિત એપ પણ સામેલ હતી. ડેટા સિક્યોરિટી ને ધ્યાનમાં લેતા સરકારે આ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે સરકારે આ બધી કંપનીઓને જવાબ આપવા માટે સમય પણ આપ્યો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સાયબર લો અને ઇ-સિક્યુરિટી વિંગએ Tiktok અને Helo એપ પ્લેટફોર્મના સંચાલકોને બુધવારે 22 જુલાઇ સુધીમાં જવાબ રજૂ કરવાની સૂચના આપી છે. આ બંને એપ્સ ચીન સ્થિત કંપની Bytedance દ્વારા સંચાલિત છે.મંત્રાલયે ‘ટિકટોક’ અને ‘હેલો’ ને નોટિસ સાથે 24 પ્રશ્નોની સૂચિ મોકલી છે. બંને એપ્લિકેશનોના સંચાલકોને એવી આશંકાઓનો વિગતવાર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

સરકારી સૂત્રો કહે છે કે જો 22 જુલાઈ સુધીમાં ટીકટોક અને હેલોના સંચાલકો દ્વારા સંતોષકારક પ્રતિસાદ નહીં મળે તો આ બંને એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે. જો Tiktok અને Helo દ્વારા યોગ્ય જવાબ રજુ થાય તો ભારતમાં આ બંને એપ પર પ્રતિબંધ હટી શકે છે.

જાણવી દઈ કે ‘ટિકટોક’ના વિશ્વભરમાં 80 કરોડ યુઝર્સ છે. ભારતમાં પણ તેની સંખ્યા મોટી છે. જો કે વપરાશકર્તાઓ તમામ પ્રકારની વિડિઓઝ અપલોડ કરવા અને શેર કરવા માટે ‘ટિકટોક’ નો ઉયોગ કરી રહ્યાં છે. ટુચકાઓથી લઈને ગંભીર રાજકીય અને સામાજિક ટિપ્પણી સુધીની સામગ્રી પણ છે. અનેક વિવાદિત વિડીયો તેજ અશ્લીલ વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે. અગાઉ પણ વિવાદિત વીડિયોને લઈને ભરતમાં ટીકટોક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Back to top button