AhmedabadBjpGujaratHardik PatelIndiaMadhya GujaratNews

હવે ગ્વાલિયર,અમૃતસર અને સાબરમતી રેલવે સ્ટેશન પણ વેચાયા , શું મોદી પોતાના ઉદ્યોગપતિઓને બધું જ વેચી દેશે?

મોદી સરકારે પોતાના મનપસંદ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે દેશના મોટા મોટા શહેરોના રેલવે સ્ટેશન ઉદ્યોગપતિઓના નામે કરવાનો પ્લાન બનાવી લીધો છે.રેલ્વે સ્ટેશનના કોન્ટ્રાક્ટ લેવા ખાનગી કંપનીઓ તૈયાર જ છે કારણ કે તેમને ઓછામાં ઓછા 99 વર્ષ સુધી રેલ્વે સ્ટેશન ની જમીન મફતના ભાવે લીઝ પર મળશે. ચાર મોટા રેલ્વે સ્ટેશનો માટેની બોલી ગઈકાલે જ મંજૂર કરવામાં આવી છે. જેમાં ગ્વાલિયર, અમૃતસર, નાગપુર અને ગુજરાતના સાબરમતી રેલ્વે સ્ટેશન નો સમાવેશ થાય છે.

આ ખબર સાથે એમ પણ લખ્યું છે કે સ્ટેશનોમાં સ્થાવર મિલકતનું હબ પણ બનાવવામાં આવશે. ત્યાં રહેણાંક ફ્લેટ હશે, ત્યાં મોલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બનાવવામાં આવશે. રેલવે તેના સ્ટેશનોને એરપોર્ટ જેવા વિકસિત કરવા માગે છે, જેને રેલોપોલિસ નામ આપવામાં આવ્યું છે.

આ અગાઉ 2019 મા ચંદીગઢ, આનંદ વિહાર, સિકંદેરાબાદ, પુણે અને બેંગ્લોર સિટીના રેલ્વે સ્ટેશનોને 99 વર્ષના લીઝ પર આપવા માટે બોલી લગાવાઈ હતી. કુલ 400 રેલ્વે સ્ટેશનો છે, જેમાંથી 68 સ્ટેશનોને પ્રાધાન્ય ધોરણે પુનર્વિકાસ કરવામાં આવશે. આ નિર્ણય 2018 માં જ લેવામાં આવ્યો હતો.

યોજના એવી બનાવવામાં આવી છે કે રેલ્વે સ્ટેશનની બોલી જીતનાર કંપનીને વ્યવસાયિક ઉપયોગ માટે ઓછામાં ઓછી 25 લાખ ચોરસ ફૂટ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં 30 ટકા રહેણાંક હેતુના વિકાસ માટે વપરાશે એટલે કે કંપનીને કોમર્શિયલ અને રહેણાંક એમ બંને રીતે ફાયદો થશે.

Back to top button