Corona VirusGujarathealthIndiaNews

N-95 માસ્ક પહેરતા લોકો આ ખાસ વાંચે, સરકારે જે કહ્યું તે જાણીને હોંશ ઉડી જશે

કોરોનાવાઈરસથી બચવા માટે માસ્ક ખુબ જ મહત્વનું છે. આજદિન સુધી સરકાર અને લોકો એમ જ માનતા હતા કે કોરોનથી બચવા N-95 માસ્ક સૌથી વધુ અસરકારક છે.જો તમે પણ N-95 માસ્કનો ઉપયોગ કરતા હોય તો આ ખાસ વાંચજો. સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી ને એક મોટી ચેતવણી આપી છે જે જાણીને સૌ કોઈ ચોંકી જશે.

ડૉ. રાજીવ ગર્ગે દરેક રાજ્યોને પત્ર લખીને તેનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી છે. વાલ્વવાળા N-95 માસ્ક વાયરસને રોકવામાં મદદ કરતા નથી. એટલે કે આ માસ્ક કોરોના થી બચાવી શકતા નથી. રેસ્પિરેટર N-95નો ઉપયોગ હાનિકારક છે. ગર્ગે પત્રમાં લખ્યું છે કે હું તમામને અનુરોધ કરું છુ કે N-95નો ઉપયોગ અટકાવવામાં આવે.

સરકારના નિર્દેશ પ્રમાણે ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધુ સારો છે. WHOએ પણ ટ્રિપલ લેયર માસ્કને અસરકારક ગણાવ્યું છે.સરકારે હોમમેડ માસ્કનો ઉપયોગ કરવા માટે પણ સલાહ આપી હતી. જો કે માસ્કને દરરોજ સાફ કરવું પણ ખુબ જ જરૂરી છે.

લોકો ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરે અને તેનાથી ચહેરા અને નાકને ઢાંકી દે. લોકો ઘરમાંથી બહાર નીકળે તો નાક-મોઢું ઢાંકીને નીકળે. કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકાય છે. જો કે તેને દરરોજ ધોવું જરૂરી છે અને દરેક સભ્ય માટે અલગ અલગ હોવું જોઈએ.


Back to top button