AhmedabadCorona VirusGandhinagarGujaratMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાતમાં કોરોના બેકાબુ: 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1026 કેસ નોંધાયા, એકલા સુરતમાં 21 ના મોત

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. દરરોજ 900 આસપાસ કેસ આવતા હતા તે આંકડો આજે 1026 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના ના કુલ કેસ 50,000 થી પણ વધુ થઇ ગયા છે. કુલ એક્ટિવ કેસ 11861 છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2201 થયો છે.

અમદાવાદ અને સુરત કોરોના ના હોટસ્પોટ બની ગયા છે ત્યારે સુરતમાં 24 કલાકમાં નવા 298 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 199 કેસ નોંધાયા છે.સુરતમાં આજે સૌથી વધુ 21 કોરોના દર્દીઓના મોત થયા સહ જયારે અમદાવાદમાં 6 દર્દીઓના મોત થયા છે.

Back to top button