Corona VirusGujaratMadhya GujaratNews

ગુજરાતના આ શહેરમાં જનતા લોકડાઉન જાહેર કરાયું, જાણો કેટલા દિવસ રહેશે લાગુ

ગુજરાતમાં હવે અમદાવાદ,સુરત, વડોદરા જેવા મોટા શહેરો બાદ ગામડાઓમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. નાના શહેરો પણ કોરોનની ઝપેટમાં આવી ગયા છે ત્યારે હવે તેને અંકુશમાં લેવા માટે જનતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સરકારે અઢી મહિના કડક લોકડાઉન બાદ હવે લોકડાઉન ખોલવાની ફરજ પડી હતી પણ કોરોના ના કેસ વધી જ રહયા છે.

જણાવી દઈએ કે,ખેડાની નડિયાદ નગરપાલિકાએ આજથી 10 દિવસ માટે જનતા લોકડાઉનની જાહેરાત કરી છે. તારીખ 30/7/2020 સુધી જનતા લોકડાઉન લાગુ રહેશે. લોકોને જીવન જરૂરિયાની વસ્તુઓ મળી રહે તે માટે દુકાનો સવારે 8 થી 12 દરમિયાન જ ખુલ્લી રહેશે. દુકાનો તેમજ ગ્રાહકોએ પણ સોશિયલ ડિસટન્સ રાખવાનું રહેશે.

Back to top button