Corona VirusCrimeIndiaNews

ડોકટરે કોરોના પોઝિટિવ યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો,પછી થયું આવું

અલીગઢની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 28 વર્ષીય મહિલાએ ડોક્ટર પર શારીરિક છેડતી અને બળાત્કારના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ મહિલા ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને કોરોના પોઝિટિવ હોવાના કારણે 19 જુલાઈએ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે એક ડોકટરે રાત્રે તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે આરોપી ડોક્ટરને પોલીસે પકડ્યો છે.યુવતીએ આરોપ લગાવ્યો છે કે ડોકટરે 2 વાર તેને ખરાબ રીતે ટચ કર્યું હતું. પ્રાઇવેટ પાર્ટને પણ ટચ કર્યું હતું.આ અંગે તેણે તેના પિતાને કહ્યું.

ત્યારબાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલો સરકારી હોસ્પિટલના ડોક્ટરને લગતો હોવાથી પોલીસે આ બાબતે આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી.

આ મામલે ડીએમ ને પણ જાણ કરવામાં આવી હતી. ડી.એમ.ચંદ્રભૂષણ સિંઘનું કહેવું છે કે, એક ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે જેણે યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. આરોપી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button