Corona VirushealthIndiaInternationalNews

આ મહિનામાં આવશે કોરોનાની રસી, ભારતને 15-20 કરોડ ડોઝ મળશે, કિંમત પણ જાણી લો

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં છે ત્યારે દરેક દેશ કોરોના ની રસી બનાવવા માટે મહેનત કરાઈ રહયા છે પરંતુ તમામની નજર હવે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવતી કોરોના રસી પર છે. લોકોને આમાંથી મોટી આશા છે. જો આ રસી કોરોનાને નાબૂદ કરવામાં સંપૂર્ણ રીતે સફળ છે, તો તેને બનાવનારી કંપની ભારતને 50 ટકા રસી પૂરી પાડશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરાયેલ કોરોના રસી માટેનો પ્રથમ માનવ પરીક્ષણ ડેટા પ્રકાશિત થયા બાદ સીરમ ઈન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO પૂનાવાલાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં અમે ઓક્સફોર્ડ રસી કોવિશિલ્ડના 30 કરોડ ડોઝ બનાવી શકીશું.

આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેમની કંપની દ્વારા ઉત્પાદિત રસીનો 50 ટકા હિસ્સો ભારતને પૂરો પાડવામાં આવશે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે મોટાભાગની રસી સરકારો દ્વારા ખરીદવામાં આવશે, ત્યારબાદ લોકો તેને રસીકરણ કાર્યક્રમો દ્વારા વિના મૂલ્યે મેળવી શકશે.જણાવી દઈએ કે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદકોમાંની એક છે.

આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે જો રસીની અજમાયશ સફળ રહી અને પરિણામો અનુકૂળ આવે, તો ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે આ રસી પેદા કરશે.

રસીના ખર્ચ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ સમયે સમગ્ર વિશ્વ કોવિડ સાથે સંઘર્ષ કરી રહ્યું છે, તેથી અમે તેની કિંમત લઘુત્તમ રાખીશું. શરૂઆતમાં કોઈ નફો લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ભારતમાં તેની કિંમત આશરે 1000 રૂપિયા અથવા તેથી ઓછી હોઈ શકે છે. તેમણે કહ્યું કે આખી દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહી છે. તેથી રસીની માંગ ખૂબ વધારે હશે. આવી સ્થિતિમાં, તેના ઉત્પાદન અને વિતરણ માટે અમને સરકારી મશીનરીની જરૂર પડશે.

Back to top button