BjpCorona VirusGujaratNewsSouth GujaratSurat

સુરતમાં કોરોના બેકાબુ પણ ભાજપ પ્રમુખ સીઆર પાટિલના સ્વાગત માટે વિશાળ કાર રેલીનું આયોજન

સુરત શહેર હાલ કોરોનાનું હોટસ્પોટ માનવામાં આવી રહયું છે,અમદાવાદ બાદ હવે સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઈ રહયા છે. સુરતમાં દરરોજ 200થી વધુ કોરોના ના કેસ સામે આવી રહયા છે.સુરતમાં કુલ કેસનો આંકડો 10000 ને પાર થઇ ગયો છે ત્યારે સુરતમાં ભાજપના પ્રમુખ સીઆર પાટિલના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરાયું છે. એકબાજુ લોકો મરી રહયા છે ત્યારે આવી કાર રેલી કોરોના ના કેસ કેટલી હદે વધારશે તે સૌ જાણે છે.

ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના નેતાઓ આ કાર રેલી માટે સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહયા છે. જો કે લોકો તેમનો વિરોધ કરીને પૂછી રહયા છે કે, આવા તાયફાઓ શું જરૂર છે? કોરોના બેકાબુ છે ત્યારે આવી રેલીથી જો કેસ વધશે તો જવાબદાર કોણ? સુરત ભાજપના દરેક નેતાઓએ સોશિયલ મીડિયામાં આવા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘણા લોકો તો પૂછી રહયા છે કે જો અમદાવાદમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા પણ રદ્દ કરવી પડી હોય તો એક ભાજપના નેતા માટે કેમ આવી વિશાળ રેલીનું આયોજન થઇ રહ્યું છે.

એક યુઝરે લખ્યું છે કે, આવતીકાલે કોરોના રાજા પર રહેશે કેમ કે સીઆર પાટીલની કાર રેલી યોજાવાની છે.

એક યુઝરે લખ્યું છે કે, જો સુરતમાં કલમ 144 લાગુ હોય તો કાર રેલીને મંજૂરી કોણે આપી?

Back to top button