GujaratMadhya GujaratNewsNorth GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં આ સ્થળોએ આગામી 5 દિવસમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદે બ્રેક લીધો છે ત્યારે હવે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ બનતા વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ સામાન્ય વરસાદ જ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ હવો વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસી શકે છે.આજે વલસાડના ઉમરગામમાં બે ઈંચ વરસાદ પડતા લોકોએ બફારાથી રાહત અનુભવી હતી.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે જેમાં ૨૪મીએ પોરબંદર, ૨૫મી એ દક્ષિણ ગુજરાતના વલસાડ-નવસારી, ૨૬મીએ સાબરકાંઠા-અરવલ્લી-ખેડા-વડોદરા-નર્મદા તો 27 અને 28 તારીખે અમદાવાદ સહીત માફહય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button