AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsSouth GujaratSurat

કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં 1068 કેસ નોંધાયા, અમદાવાદ માટે ફરી ચિંતાજનક સમાચાર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 1000 થી વધુ કોરોના ના કેસ સામે આવી રહ્યાં છે. આજે પણ 24 કલાકમાં રાજ્યમાં 1068 કેસ સામે આવ્યા છે અને 26 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના ના કુલ કેસનો આંકડો 53,631 થઇ ગયો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2,283 થયો છે.. જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 606718 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં આજે 161 જ્યારે જિલ્લામાં મળીને કુલ 176 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 3 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત અમદાવાદમાં કોરોના ના કુલ કેસનો આંકડો 25,349 અને મૃત્યુઆંક 1,568 થયો છે.

સુરતમાં પણ આજે વધુ કેસ સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 216 કેસ સામે આવ્યા છે.આજે સુરતમાં 12 દર્દીઓના મોત થયા છે.હાલ રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં જ સૌથી વધુ કોરોના ના કેસ સામેaઆવી રહ્યા છે.

Back to top button