BjpGujaratNarendra ModiNewsPoliticsSouth GujaratSurat

સુરતમાં કોરોના બેકાબુ પણ ભાજપના નેતાઓ તાયફામાં મસ્ત, સોશિયલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડતા રેલી રદ્દ કરવી પડી

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના નો કહેર છે અને સુરત કોરોના નું હોટસ્પોટ માનવામાં આવે છે.. સુરતમાં દરરોજ 200 થી વધુ કોરોના ના કેસ આવી રહયા છે અને એનેક લોકોના મોત થઇ રહયા છે ત્યારે ભાજપ દ્વારા આએજ સુરતમાં મોટી રેલીનું આયોજન કરાયું હતું. તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રમુખ પદ પાર સીઆર પાટીલની નિમણુંક કરવામાં આવી છે.

સીઆર પાટીલ સુરત આવવાના હોવાથી મોટી કાર રેલીનું આયોજન કરાયું હતું. એક બાજુ પીએમ નરેન્દ્ર મોદી સોશિયલ ડિસ્ટન્સ અને અનેક નિયમો સમજાવી રહયા છે ત્યારે તેમની પાર્ટીના કદાવર નેતા જ નિયમો પાળતા નથી અને આવા તાયફાઓ કરે છે.

સીઆર પાટીલને આશા તો હશે કે પાર્ટીના કાર્યકરો સોહિયેલ ડિસ્ટન્સ જાળવશે, પણ નહી..! મોટી સંખ્યામાં કાર્યકરોના ટોળા ભેગા થઇ ગયા હતા અને જાણે કોરોના ને ખુલ્લો પડકાર ફેંકતા હતા. આ બધું જોતા આખરે રેલી રદ્દ કરવી પડી હતી. ભાજપ પ્રમુખ દ્વારા પહેલો જ નિર્ણય પ્રજાને નુકસાન પહોચાડનારો હોવાથી ભાજપના કાર્યકરોએ પણ સીઆર પાટીલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી.

ભાજપ પ્રમુખના સ્વાગતને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પણ હાર્દિક પટેલના સ્વાગત અને સન્માન માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. આ એક પ્રકારે ભાજપનો વિરોધ જ હતો કે જો આમ જનતાને નિયમો પાળવા પડે છે તો ભાજપના લોકોને કેમ કોઈ નિયમ લાગુ પડતો નથી.

Back to top button