AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsSouth GujaratSurat

ગુજરાતમાં હવે સ્થિતિ ગંભીર: 24 કલાકમાં 1081 કેસ નોંધાયા, 22 ના મોત, તમારા શહેરમાં કેટલા કેસ નોંધાયા જાણો

કોરોના ને લઈને હવે રાજ્યમાં સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. રાજ્યમાં હવે દરરોજ 1000 થી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં આજે 24 કલાકમાં 1081 કેસ સામે આવ્યા છે અને 22 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના ના કુલ કેસનો આંકડો 54712એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 2305 થયો છે. અત્યારસુધીમાં રાજ્યમાં 39612 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં 162 નવા કેસ નોઁધાયા છે અને આજે 4 દર્દીઓના મોત થયા છે.અમદાવાદની સ્થિતિ પણ ગંભીર જણાઈ રહી છે. આજે ભાજપના વધુ એક કોર્પોરેટર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજે સુરતમાં થોડી રાહત જોવા મળી છે. સુરતમાં આજે 24 કલાકમાં 181 નવા કેસ નોંધાયા છે અને 112 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરમાં મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. સુરતમાં આજે 10 લોકોના મૃત્યુ થયા છે.

Back to top button