Corona VirushealthIndiaInternationalNews

કાનમાં પણ પહોંચ્યો કોરોના: મૃતકોના કાનમાંથી મળ્યો વાયરસ, સંશોધનકર્તાએ આપી આ ચેતવણી

કોરોનાવાયરસ કાન અને પાછળના મેસ્ટાયડ હાડકા ને પણ ચેપ લગાડી શકે છે. તેના 2 કેસ અમેરિકન સંશોધનકારો એ શોધી કાઢ્યા છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર સંશોધન દરમિયાન ચેપગ્રસ્ત થયેલા 3 માંથી 2 વ્યક્તિના કાન અને પાછળના ભાગમાં Corona Virus મળી આવ્યો છે.અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકો કહે છે કે કોરોના લક્ષણોવાળા લોકોએ તેમના કાન પણ તપાસવા જોઈએ. સંશોધન દ્વારા હવે સાબિત થયું છે કે કોરોનાવાયરસ શરીરના કોઈપણ ભાગમાં પહોંચી શકે છે. તે નાક, ગળા અને ફેફસામાં ચેપ લગાવી શકે છે.

JAMA ઓટોલેરીંગોલોજી જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ માથા અને ગળાની સર્જરી કરનારી ટીમે કોરોનાવાળા ત્રણ દર્દીઓની તપાસ કરી હતી. ત્રણેયનું મોત નીપજ્યું હતું. જેમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. એક મહિલા અને એક પુરુષ 60 વર્ષના હતા, જ્યારે ત્રીજી મહિલા 80 વર્ષની હતી. તેમના શરીરના ભાગોમાંથી સ્વેબ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

80 વર્ષની વયની સ્ત્રીના જમણા કાનમાં Corona વાયરસ મળી આવ્યો હતો. સંશોધનકારો કહે છે કે આ પહેલી વાર નથી જ્યારે કાનના કોઈ પણ ભાગમાં કોરોના મળી આવ્યો હોય.એપ્રિલ 2020 માં પણ કાનમાં ચેપ જોવા મળ્યો હતો ત્યારે ચેપગ્રસ્ત વ્યક્તિના Ear Drum માં સોજો આવ્યો હતો.

આવા 20 દર્દીઓ પર બીજું સંશોધન પણ થયું હતું. જેમને કાનમાં કોઈ સમસ્યા નહોતી પણ ચેપ ફેલાયા પછી કાનની સાંભળવાની ક્ષમતા પર તીવ્ર અસર થઈ હતી. ધીમે ધીમે પરિસ્થિતિ ગંભીર થતી ગઈ હતી જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનના ન્યુ રિસર્ચના સંશોધનકારોનું કહેવું છે કે કાનમાં સંક્રમણ થયું હોય તો કોઈ સર્જરી કરાવતા પહેલા કોરોના નો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

કોરોનાવાયરસ શરીરના કોઈપણ ભાગમાં પહોંચી શકે છે. તે નાક, ગળા અને ફેફસામાં ચેપ લગાવી શકે છે.આ એક ચોંકાવનારો ખુલાસો કહી શકાય.

Back to top button