AhmedabadCorona VirusGandhinagarGujaratMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

Corona Update: રાજ્યમાં આજે 1052 કેસ નોંધાયા, 22 ના મોત, અમદાવાદ માટે સારા સમાચાર

રાજ્યમાં હવે દરરોજ કોરોના ના 1000 થી વધુ કેસ સામે આવી રહયા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1052 કેસ સામે આવ્યા છે અને 22 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 56874 કોરોના ના કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 2348 થયો છે.ટેસ્ટની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 25474 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 6,67,844 ટેસ્ટ થયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ હવે અમદાવાદ માટે સારા સમાચાર આવ્યા છે.પહેલા અમદાવાદમાં દરરોજ 250-300 કેસ સામે આવતા હતા જે આજે કુલ 184 કેસ જ સામે આવ્યા છે અને 4 દર્દીના મોત થયા છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં પણ આજે સૌથી ઓછા કેસ નોંધાતા સારા સમાચાર કહી શકાય.

સુરતમાં પણ કેસની સંખ્યા દરરોજ 200થી ઉપર રહે છે.છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 204 નવા કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં આજે 54 કેસ નોંધાયા છે. સુરતમાં આજે ચાર લોકોના મૃત્યુ થયા છે તો સુરત જિલ્લામાં પણ ચાર લોકોના મૃત્યુ થયા છે.હવે રાજ્યમાં ટેસ્ટિંગમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે એ જોતા આગામી સમયમાં વધુ કેસ સામે આવશે તે સ્પષ્ટ છે.

Back to top button