BollywoodIndiaNews

દયનીય સ્થિતિ: જાણીતા એક્ટર અનુપમ શ્યામ ICUમાં દાખલ, લોકો પાસે માંગી મદદ

ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગમાં ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવનારા અનુપમ શ્યામની અચાનક તબિયત લથડી હતી અને તેના પરિવારે તેમને મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ કર્યા. હાલ તેઓ આઈસીયુમાં છે અને તેની હાલત નાજુક છે.અનુપમના ભાઈ અનુરાગ શ્યામે કહ્યું કે અનુપમને કિડનીની સમસ્યા હતી અને આર્થિક સંકડામણના કારણે તેને સારવાર મળી નહોતી.

કારણ કે તેની પાસે લાંબા સમયથી કામ નથી. તેથી મેં તેને 10 દિવસ અગાઉ ડાયાલીસીસ કરાવી દીધું.ગઈકાલે રાત્રે તેની તબિયત અચાનક વણસી ગઈ હતી અને અમે તેમને તેના ઘર નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ હાલમાં તેમની તબિયત સારી નથી. અનુપમના ભાઈ અનુરાગે લોકો પાસેથી આર્થિક મદદ માંગી છે કારણ કે અનુપમ શ્યામ ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યો નથી, જેના કારણે તે કેશલેસ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે અનુપમ શ્યામે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, એટલું જ નહીં તેમને સિરિયલ પ્રતિજ્ઞા માટે ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં તેઓ સીરીયલ ડોલી અરમાન કી અને કૃષ્ણ ચલી લંડનમાં પણ નાના પડદે દેખાયા છે.

Back to top button