AhmedabadGujaratMadhya GujaratNews

દહેગામ: ઓનલાઇન અભ્યાસે લીધો એક બાળકનો જીવ, ટીવી ચાલુ કર્યું અને..

કોરોનાના પગલે હાલ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ઓનલાઇન ક્લાસીસ અંગે પણ અનેક વિવાદો ચાલી રહ્યાં છે ત્યારે દહેગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક બાળકે ઓનલાઇન ભણવા માટે ટીવી ચાલુ કર્યું અને કરંટ લાગતા તેનું મોત થયું છે. દહેગામMa રામાજી ના છાપરા ખાતે ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અભ્યાસ માટે ટીવી ચાલુ કર્યું ત્યારે તેને કરંટ લાગ્યો હતો.

મૃતકના ભાઈએ જણાવ્યું કે, સવારે શાળામાંથી પુસ્તકો મેળવી મારો નાનો ભાઇ વનરાજસિંહ ઘરે આવ્યો હતો બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા ટીવીમાં ઓનલાઇન શિક્ષણનું પ્રસારણ થતું હોવાની વાત સાંભળી મારા ભાઇએ ટીવી ચાલું કરવા ગયો ત્યારે જ કરંટ લાગ્યો હતો.

કરંટ લગતા તેણે બૂમ પાડતાં મારા બા તેને છોડાવવા ગયા હતા અને તેમને પણ ઝટકો લાગ્યો હતો. મેં તરત જ મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી અને તાત્કાલિક તેને ખાનગી દવાખાને લઇ ગયા હતા. ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

Back to top button