AhmedabadCorona VirusGujaratIndiaMadhya GujaratNewsNorth GujaratSaurashtraSouth GujaratVadodara

નવરાત્રી અંગે મોટા સમાચાર: કોરોના વચ્ચે ગરબા થશે કે નહીં જાણો

રાજ્યમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી જ રહયા છે ત્યારે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. શ્રાવણ મહિનાના તહેવારોમાં મોટા ધાર્મિક કાર્યક્રમો તેમજ અને મેળાઓ યોજવાની મંજૂરી પણ સરકારે આપી નથી.હવે ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે કે આ વખતે ગરબાનુંaઆયોજન થશે કે નહીં.ગરબા આયોજકોએ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં નવરાત્રીમાં ગરબાના આયોજન માટે વાત કરવામાં આવી હતી.

જો કે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે 30 ઓગસ્ટ સુધી મંજૂરી અંગેની કોઇ વિચારણા છે નહીં. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો 30 ઓગસ્ટ બાદ કોરોનાના ના કેસો માં રાહત મળે તો સ્થિતિની સમીક્ષા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોના ઇવેન્ટ મેનેજરો અને ગરબા આયોજકો સીએમને મળ્યા હતા.

ગરબાના આયોજનની તૈયારીઓ દર વર્ષે માર્ચ-એપ્રિલમાં શરૂ થઇ જતી હોય છે પરંતુ આ વખતે આયોજન અંગે મૂંઝવણભરી સ્થિતિ છે.સીએમ સાથે બેઠકમાં આયોજકોએ જણાવ્યું હતું કે ગરબાના આયોજન દ્વારા અનેક લોકોને રોજગારી પણ મળતી હોય છે.ગરબા આયોજકોએ મેદાનમાં 30 ટકા ખેલૈયાઓને એન્ટ્રી આપવાની પણ વાત કરી હતી.જો કે સરકારે આયોજન માટે ના કહી દીધું છે.

ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે આ મોટી ઇન્ડસ્ટ્રી છે અને ઘણા લોકો રોજગાર મેળવી રહ્યા છે. સીએમએ અમને કહ્યું છે કે 30 ઓગસ્ટ સુધી આ મામલે મંજૂરી મળે તેવી કોઇ શક્યતા નથી. પછી જો સ્થિતિ સુધરશે તો મંજૂરી અંગે વિચાર કરી શકાય છે.

Back to top button