BollywoodIndia

સુશાંત કેસમાં નવો વળાંક: પિતાએ રિયા ચક્રવર્તી સામે કેસ દાખલ કર્યો, રિયાએ સુશાંતના એકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયા..

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંઘે રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. તેઓએ આ એફઆઈઆર પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. કે.કે.સિંહે આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંત પાસેથી પૈસા લીધા હતા અને તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. આ કેસ આઈપીસીની કલમ 341, 342, 380, 406, 420, 306 હેઠળ નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં સુશાંતના પિતા કે.કે.સિંહે પોતાની અરજીમાં લખ્યું છે કે, મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ અંગે તેમને વિશ્વાસ નથી. તેથી પટણા પોલીસને આ મામલે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા છે. કે.કે.સિંઘના કહેવા પ્રમાણે, રિયાએ સુશાંત સાથે છેતરપિંડી કરી તેના પૈસા પડાવી લીધા. ઉપરાંત સુશાંત ને પરિવારથી અલગ કરી દીધો હતો.

પટના એસ.એસ.પી. ઉપેન્દ્ર શર્માના આદેશથી રાજીવ નગરના પોલીસ સ્ટેશન પ્રભારીને આ કેસના આઈ.ઓ. બનાવીને આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની ટીમને મુંબઇ મોકલવામાં આવી છે. આ ટીમ મુંબઈ પોલીસને મળશે અને કેસ ડાયરી સિવાય જરૂરી દસ્તાવેજો મેળવશે. ટીમમાં બે ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સપેક્ટર છે.

આ પહેલા રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને સુશાંત ડેટ કરી રહ્યા હતા અને લગ્ન કરવાના હતા. જો કે, સુશાંતના મૃત્યુ પછી ચાહકો સતત રિયાને ટ્રોલ કરી રહ્યા હતા. સુશાંતની આત્મહત્યાના એક મહિના પછી રિયાએ ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી, પરંતુ તેણીને તેની પોસ્ટ પર જબરદસ્ત ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.

રિયાએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પાસે પણ ટ્વિટર પર સુશાંતની આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જણાવી દઈએ કે સુશાંતે 14 જૂને મુંબઇના તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી અને તેના મૃત્યુ બાદથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે.

Back to top button