AhmedabadCorona VirusGandhinagarGujaratMadhya GujaratNewsNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

માસ્ક નહીં પહેર્યું હોય તો હવે 200 રૂપિયા નહીં પણ આટલો મોટો દંડ ભરવો પડશે, રૂપાણી સરકારનો નિર્ણય

રાજ્યમાં કોરોના મહામારીના પગલે ચેપ વધુ ન ફેલાય એટલે અનેક નિયમો લાગુ કરાયા છે. જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ પહેલા 200 રૂપિયા દંડ લેવામાં આવતો હતો. જો કે સરકારે હવે નિયમોમાં ફેરફાર કર્યો છે. 1ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો સામે કડક પગલાં લઈને 500 રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું છે. હાલમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 રૂપિયા દંડ વસૂલાય છે.અમદાવાદમાં તો આ દંડ 500 રૂપિયા જ લેવામાં આવે છે.પરંતુ સરકારના નિર્ણય બાદ હવે 1 ઓગષ્ટથી રાજ્યભરમાં એકસરખો 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

આ સાથે એક રાહતના સમાચાર પણ છે કે, અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની કિંમતે સાદા માસ્ક લોકો ખરીદી શકશે. જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 6,67,844 કોરોના ના ટેસ્ટ થયા છે અને 56,874 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યારસુધીમાં કુલ 2348ના મોત નિપજ્યા છે. રાજ્યમાં કોરોના બેકાબુ છે ત્યારે હવે લોકો જો નિયમો નહીં પાળે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Back to top button