Corona VirushealthIndiaInternationalNews

વુહાનમાં ખરેખર શું થયું હતું? ચીનના ડોકટરે કર્યા મોટા ખુલાસાઓ

દુનિયામાં જે કોરોના વાયરસે તબાહી મચાવી છે તેની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી.ચીનના અગ્રણી ડોક્ટરે કોરોના વાયરસ સંબંધિત મોટો દાવો કર્યો છે. પ્રોફેસર કવોક યુંગ યુએને કહ્યું હતું કે તેઓ માને છે કે સ્થાનિક અધિકારીઓએ જ્યારે રોગ શરૂ કર્યો ત્યારે રોગનું પ્રમાણ છુપાવેલ.

શરૂઆતના દિવસોમાં વુહાનમાં કોરોનાનું પરીક્ષણ કરનાર ડોક્ટર ક્વોક યુંગ યુએને કહ્યું હતું કે પુરાવા નાશ કરી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્લિનિકમાં તપાસની ગતિ ખૂબ ધીમી હતી. જણાવી દઈએ કે ડિસેમ્બર 2019 ના અંતમાં વુહાનમાં કોરોના કેસ સામે આવવા લાગ્યા.

કવોક યુંગ યુએને કહ્યું કે ‘જ્યારે અમે હ્યુઆનનમાં સુપરમાર્કેટ પર ગયા ત્યારે ત્યાં કંઈ જોવા મળ્યું નહીં. બજાર પહેલેથી જ સાફ થઈ ગયું હતું. તેથી તમે કહી શકો છો કે પુરાવાઓ સાફ કરી નાખવામાં આવ્યા હતા. ચીનના ડોક્ટરોએ કહ્યું કે સુપરમાર્કેટ સાફ થઈ ગયું હોવાથી અમે વાયરસને માણસોમાં ફેલાવનારી આવી કોઈ પણ વસ્તુની ઓળખ કરી શકીએ નહીં. કવોક યુંગ યુએને કહ્યું- ‘મને પણ શંકા છે કે તેમણે વુહાનમાં કેસ છુપાવવા માટે કંઇક કર્યું’.

કવોક યુંગ યુએને કહ્યું કે સ્થાનિક અધિકારીઓ કે જેમણે માહિતી આગળ મોકલવી હતી તેઓએ આ કામગીરી બરાબર થવા દીધી નહીં. આપણે જણાવી દઈએ કે વિશ્વના ઘણા દેશોએ ચીન પર આરોપ લગાવ્યો છે કે તેણે કોરોના વાયરસની માહિતી છુપાવી હતી. જોકે, ચીન આવા આક્ષેપોને સત્તાવાર રીતે નકારી રહ્યું છે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોના કેસની સંખ્યા 1.66 કરોડ થઇ ગઈ છે, જ્યારે 6.56 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હવે પણ કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.અમેરિકા,રશિયા,ભારત અને બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના ના કેસ હજુ પણ વધી જ રહયા છે.

Back to top button