AhmedabadGujaratMadhya GujaratNewsRajkotSaurashtraSouth GujaratSuratVadodara

આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-અમદાવાદ સહીત આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે જેનાથી ગુજરાતમાં વરસાદી માહોલ થવાનો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ થઇ શકે છે. રાજયમાં અત્યાર સુઘીમાં સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થયેલ છે. 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આગામી ૫ દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભુમી દ્વારકા અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં તેમજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

Back to top button