AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsRajkotSaurashtraSouth GujaratSurat

કોરોના: ગુજરાતમાં દરરોજ 1000 થી વધુ કેસ, કુલ કેસ 58000, સીએમ રૂપાણી આજે રાજકોટ જશે

દેશમાં કોરોના ના કુલ કેસનો આંકડો 15 લાખ ને પાર કરી ગયો છે ત્યારે ગુજરાતમા પણ કોરોના બેકાબુ છે.રાજ્યમાં દરરોજ 1000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.જો કે દરરોજ 500થી વધુ દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. આ મહિનામાં અમદાવાદમાં કોરોના ના કેસ ઘટ્યા છે અને અન્ય શહેરોમાં કેસ ની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના ના 57982 કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોનાના કુલ 2372 દર્દીના મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1108 કેસ નોંધાયા હતા.

હવે અમદાવાદ અને સુરતની સાથે સમગ્ સૌરાષ્ટ્રમાં પણ કોરોના નું સંક્ર્મણ વધ્યું છે.રાજકોટમાં આજે 9 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાત લેવાના છે.રાજકોટ જિલ્લામાં કુલ 1627 કોરોના ના કેસ નોંધાયા છે.

રાજકોટમાં દરરોજ 40થી 50 કેસ સામે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કુલ કેસ 595 થયા છે. સુરતની વાત કરીએ તો જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 12,819 થઈ છે. સુરતમાં કુલ મૃત્યુઆંક 565 થયો છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 8641 દર્દીઓ સાજા થયા છે.

Back to top button