DelhiIndia

આ વ્યકિત બિલ્ડિંગના ચોથા માળેથી પડ્યો પણ વચ્ચે કંઈક એવું થયું કે જીવ બચી ગયો,જુઓ

દક્ષિણ દિલ્હીમાં વરસાદને કારણે લપસીને એક વ્યક્તિ ચોથા માળેથી નીચે પડી ગયો. પણ આટલી ઊંચાઇએથી પડવા છતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. સામાન્ય રીતે આટલી ઊંચાઇએથી કોઈ નીચે પડે તો બચવું મુશ્કેલ હોય છે. પણ તે વ્યકિત ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે પડ્યો અને જાળીમાં ફસાઈ ગયો. પીસીઆરના કોલ બાદ માલવીયા નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શખ્સને જાળીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

આ બનાવ દક્ષિણ દિલ્હીનો છે. દક્ષિણ દિલ્હીના માલવીયા નગર વિસ્તારના ડીસીપી અતુલ ઠાકુરના જણાવ્યા અનુસાર ચોથા માળેથી કોઈ વ્યક્તિ પડી હોવાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સબ ઇન્સપેક્ટર કિશન સૈની અને કોન્સ્ટેબલ શીશારામના ધ્યાનમાં આવ્યું કે ફ્લેટના ચોથા માળેથી એક વ્યક્તિ નીચે પડ્યો છે અને તેનો પગ એક જાળીમાં ફસાઈ ગયો છે.

આ સમય દરમિયાન તે વ્યક્તિ ઊંધો લટકતો હતો, જાળીનો તીક્ષ્ણ ભાગ તેના પગમાં ઘુસી ગયો હતો, પોલીસ ટીમે વિલંબ કર્યા વિના વેલ્ડર ને બોલાવ્યો હતો અને કટર ની મદદથી જાળી કાપી હતી અને તે વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો

આ 40 વર્ષીય વ્યક્તિનું નામ કિશન કુમાર છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે કિશન વરસાદમાં ચોથા માળે માટી તપાસવા ગયો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો અને તે નીચે પડી ગયો હતો અને જાળીમાં અટવાયો હતો.

Back to top button