DelhiIndia

આ રાજ્યમાં ડીઝલના ભાવ 8 રૂપિયા ઘટી ગયા, જાણો સરકારે એવું શું કર્યું

કોરોના વાયરસના સંકટ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 16.75 ટકા કરાયો છે. આ સાથે, દિલ્હીમાં ડીઝલની કિંમતમાં અચાનક પ્રતિ લિટર રૂ 8.3 સુધીનો ઘટાડો થશે. ગુરુવારે દિલ્હીમાં ઈન્ડિયન ઓઇલ મુજબ ડીઝલનો ભાવ પ્રતિ લીટર 81.94 રૂપિયા છે. વેટ ઘટાડ્યા બાદ હવે દિલ્હીમાં ડીઝલ 73.64 રૂપિયા પ્રતિ લિટર થશે.

આ નિર્ણય અંતર્ગત દિલ્હી સરકાર હવે અર્થવ્યવસ્થામાં સુધારણા માટે અનેક પગલા લઈ રહી છે. હવે લોકો દિલ્હીમાં કામ પર પાછા ફર્યા છે, વાતાવરણમાં સુધારો થઈ રહ્યો છે અને કોરોના કેસ પણ ઓછા થઈ રહ્યા છે.

દિલ્હી સિવાય જો અન્ય શહેરોની વાત કરીએ તો ગુરુવારે ઇન્ડિયન ઓઇલ અનુસાર નોઈડામાં, ડીઝલ 73.83 લિટર અને પેટ્રોલ 81.08 લિટર છે. એ જ રીતે, ફરીદાબાદમાં પણ ડીઝલની કિંમત 74.20 રૂપિયા છે અને પેટ્રોલ 78.88 રૂપિયા છે. ગાઝિયાબાદમાં ડીઝલ 73.68 લિટર અને ગુડગાંવમાં 73.84 રૂપિયા છે.

અત્યારસુધી સ્થિતિ એવી હતી કે દિલ્હીમાં ડીઝલ સૌથી મોંઘું હતું અને તે દેશનું એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં પેટ્રોલના દર કરતા ડીઝલનો દર વધુ હતો. લોકડાઉન વચ્ચે, કેજરીવાલ સરકારે ડીઝલ પર વેટમાં 30 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે દિલ્હીમાં ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો થયો હતો.

Back to top button