GujaratIndiaStory

સાધુઓના સેક્સકાંડ સર્વોપરી ભગવાન કેમ અટકાવી શકતા નથી? Ex IPS રમેશભાઈ સવાણી શું કહે છે,વાંચો

સાધુઓના સેક્સકાંડ સર્વોપરી ભગવાન કેમ અટકાવી શકતા નથી? આ અંગે ગુજરાતના ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી રમેશભાઈ સવાણી શું કહે છે વાંચો વિગતે,

30 જુલાઈ 2020ના અખબારોમાં સમાચાર છે કે વડતાળ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ સ્વામિ ઘનશ્યામશાસ્ત્રી તેમના જ યુવાન શિષ્ય વેદાંતવલ્લભ સ્વામી સાથે જૂન 2013થી બળજબરીથી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતા હતા. જે રુમમાં ઠાકોરજી રાખે છે; તેમની સામે જ આવું દુષ્કૃત્ય અનેકવાર કર્યું હતું. આવું કૃત્ય કંડારી/નાવલી/કુંડળ/ધ્રાંગધ્રા/સુરત/જેતપુર/ભૂજ/જૂનાગઢ/ઋષિકેશ/હરિદ્વાર/માનસરોવર/લોયા/વડતાળ જેવા પવિત્ર યાત્રાધામોમાં આચર્યું હતું.

વેદાંતવલ્લભ સ્વામિએ પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરી હતી; પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેથી તેમણે 32 પાનાનો પત્ર લખ્યો છે અને 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં સ્વામિ ઘનશ્યામશાસ્ત્રીને ભગવાને દર્શન આપ્યા છે; તેવું જૂઠાણું તેમના બીજા શિષ્યોએ ઊભું કર્યું છે અને હરિભક્તોનું શોષણ કરે છે; તેવો આક્ષેપ કર્યો છે.

થોડાંક પ્રશ્નો : [1] વરસમાં બે-ચાર આવા કિસ્સાઓ બહાર આવે છે. બહાર ન આવતા હોય તેવા બીજા અનેક કિસ્સાઓ બનતા હશે. શામાટે આવા કિસ્સાઓ વારંવાર બને છે? [2] જ્યાં કૃત્રિમ રીતે બ્રહ્મચર્યનો આગ્રહ હોય ત્યાં આવા કિસ્સાઓ કેમ વધુ બને છે? [3] પવિત્રધામોમાં અને ઠાકોરજીની મૂર્તિ સામે જ આવું કૃત્ય કરતા ઘનશ્યામશાસ્ત્રીને શરમ કેમ આવતી નહીં હોય?

[4] મંદિર સંચાલકો, આવા સ્વામિના ભગવા કપડા કાઢી સફેદ વસ્ત્રો પહેરાવી કાઢી મૂકે છે; પણ કોગ્નિઝેબલ ગુનાને કેમ છૂપાવે છે? શું FIR નોંધાવવાની તેમની ફરજ નથી? [5] પોલીસે વિક્ટિમને વિશ્વાસમાં લઈને છટકું ગોઠવી આવા ક્રિમિનલને પકડવા જોઈએ કે નહીં? [6] આવું શરમજનક કૃત્ય સર્વોપરી અને ભગવાનોના ભગવાન કેમ અટકાવી શકતા નથી? પ્રગટ બ્રહ્મસ્વરુપોને આવા કિસ્સાની જાણ હોય જ; છતાં તેઓ ચૂપ કેમ રહે છે? શામાટે આવી ગંદકી ચલાવી લે છે?

આવા બનાવો ત્યાં સુધી બનતા રહેશે જ્યાં સુધી અંધભક્તો સમજ્યા વિના ભક્તિ કરે છે! ભક્તોને આંખો હોય છે; પણ દ્રષ્ટિ હોતી નથી. ભક્ત બને એટલે વિવેક રહે નહીં. પાક્કા ભક્તને ખરાબીમાં પણ પવિત્રતા દેખાય છે ! ભક્તોને સમજાવી શકાય નહીં; સુધારી શકાય નહીં. તેમની હાર્ડ ડિસ્ક કરપ્ટ થઈ ગયેલી હોય છે! દયાનંદ સરસ્વતી રચિત ‘સત્યાર્થ પ્રકાશ’ પુસ્તકમાં લખેલું છે કે સહજાનંદજીએ કેવું કપટ કરી દાદા ખાચરને ઈશ્વરના દર્શન કરાવ્યા હતા!

‘બોચાસણ બંડનો ઈતિહાસ’ પુસ્તકમાં લખેલું છે કે કેવું કપટ કરી BAPSનો જન્મ થયો ! સંપ્રદાયો ફેલાવવા જ્યારે ચમત્કારનો સહારો લેવામાં આવે ત્યારે આખા સંપ્રદાયમાં ખોટા રસ્તા લેવાનું વલણ વકરી જાય છે; અને સંપ્રદાય દૂષિત બની જાય છે. જાતીયવૃતિ સહજ છે; કુદરતી છે. નંદીની ખસી કરવામાં આવે તો બળદ બને છે. જો બ્રહ્મચારી જ રહેવું હોય તો સાધુઓ/સ્વામિઓ/પાદરીઓનું ખસીકરણ કરવાનું વિચારી શકાય?rs

Back to top button