AhmedabadGujaratIndiaMadhya GujaratNorth GujaratSaurashtraSouth GujaratVadodara

ગુજરાતમાં મોટો સાયબર એટેક: GTU માં ઓનલાઇન પરીક્ષા આપનાર વિધાર્થીઓના ફોટો, આધારકાર્ડ,પાનકાર્ડ સહિતના તમામ ડેટા લીક

અત્યારે દેશમાં નવી શિક્ષણનીતિ અને ઓનલાઈન શિક્ષણ ની જોરશોર થી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી GTU દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.28 જુલાઈના રોજ આ પરીક્ષા ટ્રાયલ માટે લેવામાં આવી હતી. પરીક્ષા માટે નિયમો એવા હતા કે વિદ્યાર્થીએ લેપટોપ/કપ્મ્યુટર સ્ર્કીન ની સામે બેસવાનું અને પહેલા પોતાનો ફોટો કેપ્ચર થાય પછી  વિધાર્થીએ પોતાનું આઈડી પ્રુફ કેમેરા સામે રાખવાનું હોય છે. આઈડી પ્રુફ પણ કેપ્ચર કરવામાં આવે છે.

જો કે GTU ની પરીક્ષા આપેલ દરેક વિધાર્થીઓના ફોટો, આઈડી પ્રુફ એક વેબસાઈટ પર લીક કરવામાં આવ્યા છે. આ લીક થયેલા ડેટામાં વિધાર્થીનો ફોટો, તેમનું આધાર કાર્ડ, પાનકાર્ડ જેવા અતિ મહત્વના સરકારી દસ્તાવેજો નો ડેટા લીક કરવામાં આવ્યો છે. ઓનલાઇન શિક્ષણ અને શિક્ષણનીતિ ની વાતો કરતી સરકારને કદાચ આ સૌથી મોટો તમાચો માર્યો કહી શકાય.  ગુજરાતમાં અત્યારસુધી નોઆ સૌથી મોટો સાયબર એટેક પણ  માનવામાં આવે છે.

Back to top button